

રાણેકપર ગામની સીમમાં ૧૭ આરોપીઓએ એકસંપ કરી મંડળી રચી યુવાન પર ધારિયા, પાઈપ વડે હુમલો કરી માર મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા અલ્તાફ હુશેનભાઈ માથકીયાએ આરોપીઓ છગનભાઈ હીરાભાઈ ગીંગોરા, છગનભાઈનો દીકરો, ગોપાલ સીન્ધાભાઈ ગીંગોરા, છેલાભાઈ સિંધાભાઈ ગીંગોરા, મંગાભાઈ હીરાભાઈ ગીંગોરા, વિષ્ણુભાઈ મોનાભાઈ મુંધવા, વિરમ જેમાભાઇ મુંધવા, ભૂપત ગેલાભાઈ મુંધવા, નારૂભાઇ સામતભાઈ મુંધવા, સંજય ભગાભાઈ મુંધવા, મયા રૈયાભાઈ ડાભી, ભાવેશ ગેલાભાઈ મુંધવા, રવિ ગેલાભાઈ મુંધવા, પ્રવીણ છેલાભાઈ મુંધવા, વિહા પુનાભાઈ મુંધવા, નવઘણ પુનાભાઈ મુંધવા, મોનાભાઈ ભૂવાનો ભાણેજ રહે બધા રાણેકપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની વાડીમાં આરોપી છગનભાઈ ગીંગોરા અને તેના દીકરાએ અપપ્રવેશ કરી માલઢોર કપાસના પાકમાં ચરાવી ભેલાણ કરી બોલાચાલી કરી હતી બાદમાં આરોપીઓએ એકસંપ કરી વાડીએ આવી ધારિયા, પાઈપ અને લાકડી વડે યુવાનને માથામાં મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


