Exclusive : મોરબી મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત ?
પોલીસને બનાવ મામલે જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા



શનિવાર અને રવિવાર સરકારી કચેરીમાં રજા હોવાથી અધિકારીઓ પોતાના વતનમાં જતા હોય છે અને મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર પણ રજાનો લાભ લેવા પોતાના વતન ગયા હતા ત્યારે સરકારી બંગલોમાં પડેલી તેમની સરકારી ગાડી કોઈએ ચાલુ કરી ઘર જ ભટકાડી દેતા નુકશાની થવા પામી હતી તેમ સુત્રો જણાવી રહ્યા છે
સુત્રોના જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણી શનિવાર અને રવિવારે પોતાના બંગલે હાજર ના હતા સરકારી રજા હોવાથી તેઓ પોતાના વતનમાં પરિવાર પાસે ગયા હતા અને સરકારી બંગલે તેમની સરકારી ગાડી જીજે ૩૬ જી ૧૦૦૦ પડી હતી જે ગાડી કોઈએ તેમની ગેરહાજરીમાં જાતે ચલાવવા પ્રયાસ કરી ગાડી ચાલુ કરી ઘરમાં જ ફળિયામાં અથડાવી દીધી હતી જેથી ગાડીમાં નુકશાની થવા પામી છે
સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અધિકારી રજા પર હોવાથી ડ્રાઈવરે પણ ગાડી ચલાવી ના હતી અને કોઈ અજાણ્યો ઇસમ ગાડી ચલાવવા પ્રયાસ કરતા ગાડી ઘરમાં જ અથડાઈ હતી અને નુકશાની કરી હતી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે