મોરબીના વજેપર શેરી ૭ માં સેન્ટીંગ કામ કરતા અકસ્માતે નીચે પડી જતા વૃદ્ધનું મોત

 

મોરબીના વજેપર શેરી ૭ માં સેન્ટીંગનું કામ કરતા નીચે પડી જતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

મોરબીના કુલીનગર ૧ માં રહેતા ગુલામરસુલભાઈ હારૂનભાઈ માલાણી એ મોરબીના વજેપર શેરી ૭ માં ભરતભાઈ દીલીપભાઈ ડાભીના મકાને છતનું સેન્ટીંગ કામની મજુરી કરતા હોય છતના બાંધકામના પતરા ગોઠવેલ હોય તેની પર લોખંડના સળિયા નું સેન્ટીંગ કામ કરતા હોય દરમિયાન ડાક લઈને સળિયા વળતા હોય ત્યારે ડાક છટકી જતા ઉપરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.