


શહેરની નર્સરી ચોકડી પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને ઘરે જતા હતા ત્યારે સ્કોર્પીઓ કારના ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી પાછળથી હડફેટે લઈને પછાડી દેતા વૃદ્ધનું મોત થયું હતું
મુળી તાલુકાના દાધોળીયા ગામે રહેતા ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા (ઉ.વ.૪૪) વાળાએ સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એજે ૪૪૫૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા પોતાનું બાઈક જીજે ૧૩ એસી ૯૯૭૪ લઈને પોતાના ઘરે આવતા હતા ત્યારે વાંકાનેર નર્સરી ચોકડી પાસે સ્કોર્પીઓ કારના ચાલકે પુરઝડપે ચલાવી ફરિયાદીના પિતાને પાછળથી ઠોકર મારી પછાડી દેતા બચુભાઈ વારેવડીયાને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે