


વર્ષ 1995 થી સતત કાર્યરત એવી LIFE IMPROVEMENT ORGANIZATION WITH NATIONAL SPIRIT ના વિચારને વરેલી એવી ઇન્ડિયન લાયન્સ ક્લબના સ્થાપના દિવસની ઉજવણી મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તારીખ બીજી જુલાઈના દિવસે મોરબી શહેરમાં સામા કાંઠે આવેલા વિકાસ વિદ્યાલય ના બાળાઓ સાથે કરવામાં આવી હતી. આ સાથે બધા બાળાઓ સાથે સંસ્થાના મેમ્બરોએ કેક કટીંગ કરી અને ઉજવણી કરી હતી
આ તકે સંસ્થાના સિનિયર એડવાઈઝર મેમ્બર ભારતીબેન પુજારા તેમજ પ્રફુલાબેન કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા .તેમજ આ સંસ્થા આ જ રીતે સેવાકીય કાર્ય કરી સમગ્ર દેશના જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થાય તેવી શુભેચ્છાઓ આપી હતી. આ સાથે ત્યાં રહેતા તમામ બાળાઓને મોરબી શહેરમાં આવેલા ONLY NX ના સહયોગથી કુર્તીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ મેમ્બરો તેમજ ત્યાંના સ્ટાફ અને 90 થી વધારે બાળાઓએ સાથે મળી ભોજન પણ કર્યું હતું .. આ રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. સંસ્થાના ખૂબ એક્ટિવ મેમ્બર દિવ્યાબેન ચગ ના જન્મદિવસ ની ઉજવણી નિમિત્તે આ તમામ ખર્ચ તેમના તરફથી આપવામાં આવ્યો હતો .
આ તકે સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શોભનાબા ઝાલા, મયુરીબેન કોટેચા અને પ્રીતિબેન દેસાઈ તેમજ વાઈસ પ્રેસિડેન્ટ સાધનાબેન ઘોડાસરા ,પુનમબેન તેમજ સેક્રેટરી મનિષાબેન ગણાત્રા અને તમામ હોદ્દેદારોએ દિવ્યાબેન નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને આ જ રીતે હંમેશા જરૂરિયાત મંદોને મદદરૂપ થઈ અને માનવ સેવાની જ્યોત બધા સાથે મળીને જગાવવાની પ્રતિજ્ઞા લીધી… સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ સ્થાપના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી

