




મોરબીના અણિયારી ગામ પાસેથી ગેરકાયદેસર રીતે પાસ-પરમિટ વગર પશુઓને ક્રૂરતાપૂર્વક ભરીને લઈ જઈ રહેલું એક આઈશર વાહન ઝડપાયું છે. પોલીસે આ વાહનમાંથી ૩૯ ભેંસના પાડરુંને મુક્ત કરાવી કુલ રૂપિયા ૮,૫૬,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, આરોપી જાવીદ જાકીર શાહ (રહે. અમદાવાદ) પોતાના કબજાના આઇશર માલવાહક વાહન (નં. GJ-01-CU-9128) માં ભેંસનાં પાડરું નંગ ૩૯ ને કોઈપણ આધાર પુરાવા કે પાસ પરમીટ વગર ઘાસચારા કે પાણીની સગવડ વગર દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધીને ગેરકાયદેસર રીતે વહન કરી રહ્યો હતો. મોરબી તાલુકા પોલીસે રૂપિયા ૧,૫૬,૦૦૦ ની કિંમતના ૩૯ પાડા અને રૂપિયા ૭,૦૦,૦૦૦ ની કિંમતના આઇશર વાહન સહિત કુલ રૂપિયા ૮,૫૬,૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
