



મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકી મીતાણા નદીમાં પાણી છોડવાની માંગ અંગે ટંકારા તાલુકાની શ્રી ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે ભૂતકોટડા ગ્રામ પંચાયત અને ગામના ખેડૂતો તરફથી વિનંતી કરવામાં આવે છે કે અમારા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવા મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકી મીતાણા નદીમાં પાણી છોડવાની વ્યવસ્થા કરવામાં આવે. વિસ્તારમાં ખેતી માટે પુરતું પાણી ઉપલબ્ધ નથી જેથી ઘણી જમીન સુકી પડી રહી છે
જો મીતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકી મીતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ગામના ખેડૂતોને ખેતી માટે પુરતું પાણી મળશે અને સુકી જમીન ફરી લીલી બની શકશે ખાસ કરી ચોમાસા પછી અને શિયાળાની સીઝનમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાક માટે મોટી મદદ મળશે અને ખેતી સમૃદ્ધ બનશે