મોરબીના દીપ પટેલે ૬૨ મી સ્ટેટ રાયફલ/પિસ્તોલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

 

 

મોરબીના પ્રતિભાશાળી 25 મીટર પીસ્તોલ શૂટર અને બે વખતની નેશનલ રિનોન્ડ શૂટર દીપ ભુપેન્દ્રભાઇ પટેલે (અંદરપા) જેઓ હરીપર (કે) ના વતની છે. તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ૬૨ મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં  ISSF પુરુષ ઓપન 25 મીટર સ્ટાડૅડ સ્પીસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મોરબી જીલ્લા તરફથી રમતા દિપ પટેલ ગુજરાતના શ્રેષ્ઠ શૂટરો વચ્ચે સ્પર્ધા કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

દિપ પટેલ  પોતાના શૂટિંગ કારકિર્દીની શરૂઆત એમના પિતા દ્વારા કરી હતી, જ્યાં તેમણે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સફળતાથી પ્રેરાઈ તેમણે શૂટિંગને સ્પર્ધાત્મક રમત તરીકે અપનાવી. મર્યાદિત આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા દિપ પટેલ માટે મોંઘી પીસ્તોલ, શૂટિંગ સાધનો, એમ્યુનેશન(કારતુસ) અને તાલીમની સુવિધાઓ મેળવવી પડકારજનક હતી. તેમ છતાં તેમના માતા-પિતાના અવિરત સહયોગ અને ત્યાગના કારણે તેઓ પોતાના સપનાને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહ્યા.

તેમના કોચના માર્ગદર્શન હેઠળ દિપ પટેલ ને વૈજ્ઞાનિક અને વ્યવસાયિક તાલીમ મેળવી, જેના પરિણામે તેમણે રાષ્ટ્રીય સ્તરે સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેઓ સતત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે અને ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ બે વાર નેશનલ રિનોન્ડ શૂટર તરીકે માન્યતા મેળવી છે. ૬૨ મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પ્રાપ્ત થયેલો આ બ્રોન્ઝ મેડલ તેમની રમતગમત કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.આ સિદ્ધિથી મોરબી ને પણ ગૌરવ પ્રાપ્ત થયું છે, જે વિસ્તારમાંથી પ્રતિભાશાળી શૂટરોને પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહી છે.

પોતાની સિદ્ધિ અંગે દિપ ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે તેમના માતા-પિતા, કોચ, ટીમના સાથીદારો, મિત્રો, પરિવારજનો તેમજ ના સતત પ્રોત્સાહન અને સહયોગ વિના આ સફળતા શક્ય બની ન હોત. તેમણે આશા વ્યક્ત કરી કે તેમની સિદ્ધિથી વધુ યુવાનો, યુવતીઓ ખાસ કરીને, શૂટિંગ સહિતની સ્પર્ધાત્મક રમતો તરફ પ્રેરિત થશે. રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં, પરંતુ શિસ્ત, આત્મવિશ્વાસ, ધૈર્ય અને નેતૃત્વ જેવા ગુણોનો પણ વિકાસ કરે છે. તેમણે રાજ્ય સરકાર અને રમતગમત સંસ્થાઓ વધુ સારી તાલીમ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી, જેથી વધુ ખેલાડીઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા પ્રાપ્ત કરી શકે.

તદ ઉપરાંત જેઓ જીલ્લા હોમગાર્ડ કમાન્ડટ શ્રી દીપ ભુપેદ્રભાઇ પટેલ (અંદરપા) એ સેન્ટર ફાયર પિસ્તોલ તથા સ્પોટસ પિસ્તોલ માં પણ પાર્ટીસીપેન કરી ને જેમને પ્રી-નેશનલ લેવલે શુટીંગ કોમ્પીટેશન માટે કોલીફાઇ કરેલ છે.જેઓ એ મોરબી જીલ્લા નું નામ રોસન કરેલ છે.

 

Leave A Reply

Your email address will not be published.