મોરબીના જેતપર ગામના ખેડૂતોએ MRC કમિટીના પ્રતિનિધિ બનાવવા કર્યો ઇનકાર, આજે રાત્રે રાસ ગરબા કાર્યક્રમ

 

જેતપર ગામે ખેડૂત આંદોલન પાર્ટ ૩ માં ખેડૂતોએ કલેકટરને આવેદન પાઠવી પરિપત્ર માન્ય નથી તેવો જવાબ આપી દીધો હતો જોકે જીલ્લા કલેકટર દ્વારા MRC કમિટી કામગીરી અને ખેડૂતોના પ્રતિનિધિ નિમણુકની વાત કરી હતી અને આજે તલાટી મંત્રી જેતપર ગામે ગયા હતા જ્યાં ખેડૂતોએ પ્રતિનિધિ બનાવવા તૈયાર નથી અને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો

જેતપર ગામે રેવન્યુ તલાટી આજે ગયા હતા અને તલાટીને ગામમાં હાજર ખેડૂતોને ટ્રાન્સમિશન લાઈન પસાર થતા જેતપર ગામમાં લીસ્ટમાં સામેલ ખેડૂતોની જમીનમાં ટાવર બેઝ અને કોરીડોર હેઠળની જમીનનું નુકશાની બાબતે જમીનની બજાર કીમત નિયત કરવા સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ કામગીરી કરવા તા. ૧૬ ના રોજ ખેડૂતો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવને માન્ય ઠરાવવામાં આવ્યો ના હતો ઉપરાંત કલેકટરને તા. ૧૪ ના રોજ ખેડૂતોએ કરેલી રજૂઆત મુજબ સુધારા ઠરાવ આવેદન સાથે ખેડૂતોની માંગણી મુજબ સરકાર નવો ઠરાવ બનાવે તેનો ખેડૂતો અભ્યાસ કરશે જો યોગ્ય હશે તો જ આગળની કાર્યવાહી ખેડૂતો કરવા તૈયાર થશે જેતપર ગામના ખેડૂતોએ MRC કમિટીના પ્રતિનિધિ બનાવવા તૈયાર નથી અને અત્યારે કોઇપણ ખેડૂતો સહી કરવા તૈયાર નથી

 

અષાઢી બીજ નિમિતે ગુરુવારે રાત્રે રાસ ગરબા કાર્યક્રમ

આજે અષાઢી બીજના પાવન અવસરે જેતપર ગામે રાસ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૧૬ ના રાત્રે ૯ કલાકે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ગામે રાસ ગરબા કાર્યક્રમ યોજાશે જેમાં નીતિન ગઢવી, કોમલ ચાવડા અને રવિ ગજ્જર સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે

 

Leave A Reply

Your email address will not be published.