અણીયારી ચોકડીથી અબોલ જીવોને ક્રુરતાપૂર્વક ભરી હેરાફેરી કરનાર બે ઝડપાયા

 

અણીયારી ચોકડી પાસેથી બે અબોલ જીવોને ક્રુરતાપૂર્વક હલનચલન ના કરી સકે તે રીતે વાહનમાં ભરી પરિવહન કરનાર બે ઇસમોને ગૌરક્ષકોની ટીમેં ઝડપી લઈને મુદામાલ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો હતો પોલીસે બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ધવલ કિશોરભાઈ વાગડીયાએ આરોપી અફ્રીદી ફતામહમદ જત અને સદામ હાફૂડા જત રહે બંને સરાડા ગામ નિશાળ બાજુમાં તા. ખાવડા કચ્છ ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો જીજે ૧૨ સીટી ૮૩૯૯ વાળીમાં ગેરકાયદેસર ભેંસ જીવ નંગ ૦૨ અને પાડા નંગ ૦૨ ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વીએ લઇ જતા કુલ રૂ ૧૦.૨૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.