


મોરબી તાલુકા પોલીસ ગત રાત્રીના પેટ્રોલિંગમાં હોય ત્યારે તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવીને મળેલી બાતમીને આધારે ટીમ દ્વારા જુના ઘૂટું રોડ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું હોય જે દરમિયાન વિકાસ સેનેટરી તરફ જવાના રસ્તે પાર્કિંગ કરીને કવર ઢાંકેલી અલ્ટો કાર નં જીજે ૩ ડીએમ ૭૦૧૨ શંકાસ્પદ હાલતમાં પડી હોવાથી તાલુકા પોલીસની ટીમે કારની તલાશી લેતા કારમાં રાખેલો ૬૭ બોટલ વિદેશી દારૂની બોટલ તેમજ ૨૪ બીયર નંગ મળીને ૨૬,૭૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ બીયરનો જથ્થો તેમજ કાર કીમત રૂપિયા ૧ લાખ મળીને ૧,૨૬,૭૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તાલુકા પોલીસે કાર પાર્ક કરીને તેને કવર ઢાંકી દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ કર્યો છે.

