


મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે.આજ રોજ વહેલી સવારના ૫:૧૫ વાગ્યા આસપાસ ટંકારા ગામ નજીક આવેલા ભોગી નાળા પાસે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બેચરભાઈ મગનભાઈ નામના વ્યક્તિને હડફેટે લઇ નાશી છુટ્યો હતો અને તે વ્યક્તિનું ધટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

