


મોરબીના વણકરવાસ શેરી નં ૦૨ માં રહેતા હસમુખ (શેરો) રૂપાભાઇ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને ગત મોડી રાત્રીના પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. યુવાનના આપઘાત મામલે તપાસ ચલાવતા એ ડીવીઝન પોલીસના દેવરાજભાઈએ જણાવ્યું હતું કે આપઘાત કરનાર યુવાન વચેટ હતો જેના મોટાભાઈ તેમજ નાનાભાઈના લગ્ન થઈ ચુક્યા હતા પરંતુ તેના લગ્ન થતા ના હોય જેથી નિરાશામાં ગરકાવ થયો હતો. જેથી નિરાશ બનેલા યુવાને ગત મોડી રાત્રીના પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મોરબી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

