વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ભવ્ય સત્તા વાપસી : પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર કોંગ્રેસનો વિજય

 

વાંકાનેર તાલુકા પંચાયતની આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય સત્તા વાપસી કરી છે. બંને પદો પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થતાં તાલુકા પંચાયતની સત્તા પર ફરી એકવાર કોંગ્રેસે પોતાનો કબજો જમાવ્યો છે. વિજયની જાહેરાત થતાં જ તાલુકા પંચાયત પરિસરમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને સમર્થકોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો…

 

આજે યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ પદે કોળી સમાજના નેતા ગોરધનભાઈ સરવૈયાના પત્ની ભાવનાબેન સરવૈયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે મોમીન સમાજનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના યુવા નેતા ઈરફાન ચૌધરીએ જીત હાંસલ કરી છે… તેમજ કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ લખુભા ઝાલાની વરણી કરવામાં આવી છે વાંકાનેર તાલુકા પંચાયત પર આઝાદી બાદથી સતત કોંગ્રેસનું વર્ચસ્વ અને શાસન ચાલ્યું આવતું હતું. જોકે, ગત ટર્મમાં આ સત્તા ભાજપે મેળવી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. પરંતુ આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસે પોતાનો ગુમાવેલો ગઢ પાછો મેળવી ભવ્ય સત્તા વાપસી કરી છે….

 

 

Leave A Reply

Your email address will not be published.