માળિયાના હરીપર નજીક ટ્રક અને ઇકો કાર અથડાતા ચાર વ્યક્તિના મોત


માળિયાના હરીપર નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો માતાના મઢથી દર્શન કરી પટ ફરતા શ્રદ્ધાળુઓની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિના મોત થયા છે
દીવમાં વસતા કાપડિયા પરિવારના સભ્યો ઇકો ગાડી લઈને કચ્છ માતાના મઢ દર્શને ગયા હતા અને દર્શન કરી દીવ પરત ફરતા હતા ત્યારે માળિયા-કચ્છ હાઈવે પર હરીપર ગામના પાટિયા નજીક ઇકો કારનું ટાયર ફાટ્યું હતું અને ચાલકે કાબુ ગુમાવી દીધા બાદ સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં કાર ચાલક ભરતભાઈ બાંભણીયા (ઉ.વ.૫૦) મનોજભાઈ લક્ષ્મણભાઈ કાપડીયા (ઉ.વ.૫૦) જ્યાન્સું મનોજભાઈ કાપડીયા (ઉ.વ.૮) અને કંચનબેન વીરજીભાઈ બાંભણીયા (ઉ.વ.૬૦) એમ ચાર વ્યક્તિના મોત થયા છે જેથી પીએમ માટે મૃતદેહો મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે
તે ઉપરાંત કારમાં સવાર જાગૃતિબેન મનોજભાઈ કાપડીયા(ઉ.વ.૩૫) , વૈદશ્રીબેન મનોજભાઈ કાપડીયા (ઉ.વ.૧૨) રહે દીવ વાળાને ઈજા પહોંચી હતી બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે



