

વાંકાનેરના ખીજડીયા રાજ ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી પોલીસે ૨૫૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો અને ૭૦ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૭૬,૫૦૦ નો મુદાલ કબ્જે લીધો છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા રાજ ગામની કણકોટીયુ તરીકે ઓળખાતી સીમમાં આરોપી નીલેશ સોલંકીના કબ્જાવાળી વાડીની ઓરડીમાં બાતમીને આધારે રેડ કરી હતી વાડીની ઓરડીમાંથી દેશી દારૂ ગાળવાનો ઠંડો આથો ૨૫૦૦ લીટર કીમત રૂ ૬૨,૫૦૦ અને દેશી દારૂ ૭૦ લીટર કીમત રૂ ૧૪,૦૦૦ મળીને કુલ રૂ ૭૬,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નીલેશ રવજી સોલંકી રહે ખીજડીયા રાજ વાળો મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે



