

શહેરના નવાપરામાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે માતાજીના મઢમાં પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી છે
વાંકાનેરના નવાપરા શેરી નં ૫ માં રહેતા મનુભાઈ હરજીભાઈ બારૈયા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધ ગત તા. ૨૩ ના રોજ પોતાના ઘર પાસે આવેલ માતાજીના મઢમાં પંખા સાથે પટો બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસે તપાસમાં બીમારીથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે



