કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગ વસાવડા મોરબીમાં, જાણો પત્રકાર પરિષદમાં શું કહ્યું ?

પત્રકાર પરિષદમાં ૨૦૨૪ ની તૈયારી, નગરપાલિકા ચુંટણીની તૈયારી અંગે પણ જવાબો આપ્યા

 

આગામી વર્ષે યોજાનાર લોકસભા ચુંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો લાગી ગયા છે અને સૌ કોઈ સંગઠન મજબુત બનાવવા કવાયત કરતા હોય છે ત્યારે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રભારી ડો. હેમાંગ વસાવડા હાલ મોરબી આવ્યા છે જ્યાં તેઓએ કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને બાદમાં સર્કીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું

પત્રકાર પરિષદને સંબોધન કરતા ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આગેવાનોની બેઠક મળી હતી અને સંગઠનને ગતિ આપવા તેમજ વધુ મજબુત બનાવવા સૌ કોઈ કાર્યરત છે તે ઉપરાંત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી આપવામાં આવેલ કાર્યક્રમોની અમલવારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તો આગામી દિવસોમાં મોરબી ખાતે જીલ્લા સંમેલન યોજાનાર હોય જેની તૈયારીની ચર્ચા પણ મીટીંગમાં કરવામાં આવી હતી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી જીલ્લાની નાની મોટી રજૂઆત તેમજ સ્થાનિક પ્રશ્નો અંગે યોગ્ય કક્ષાએ રજૂઆત કરી પ્રશ્નોના નિવેડા લાવવા આગેવાનો કાર્યરત રહેશે તો મોરબી ઝુલતા પુલ અંગે કોંગ્રેસના વિરોધ બાબતના પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા તેના ભારથી જ સુપરસીડ થઇ છે અને ઝૂલતો પુલ દુર્ઘટના મામલે કોંગ્રેસે વિરોધ કર્યો છે જેથી જ આજે ઓરેવા ગ્રુપના માલિક જેલમાં છે અન્યથા આ સરકારની કોઈ કાર્યવાહી કરવાની મનછા હતી નહિ. તેમજ મોરબી પાલિકા સુપરસીડ થઇ છે અને છ માસમાં ચૂંટણી આવવાની શક્યતા છે ત્યારે નગરપાલિકા ચુંટણીની તૈયારી તેમજ આગામી વર્ષે યોજાનાર લોકસભા ચુંટણીની તૈયારી શરુ કરી દેવામાં આવશે આ પ્રસંગે મોરબી કોંગ્રેસ અગ્રણી કે ડી પડસુંબીયા, કે.ડી. બાવરવા અને મુકેશભાઈ ગામી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

યુવરાજસિંહે પેપરલીક કોભાંડ ખુલ્લું પાડ્યું, સરકાર બદનામ કરતી હોવાનું જણાવ્યું

તો ડો. હેમાંગ વસાવડાને યુવરાજસિંહ સંદર્ભે પુછેલા પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે યુવરાજસિંહે ૧૬ પેપરલીકને ખુલ્લા પાડી સરકારને ભીંસમાં મૂકી છે તેમજ ડમી ઉમેદવારોનો પર્દાફાશ કર્યો છે જેથી તેને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ તો ઉલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ હોવાનું જણાવ્યું હતું સાચી વાત કરનારને સરકાર બદનામ કરે છે અને ભાજપની સોશ્યલ મીડિયા ટીમ તેમજ ગોદી મીડિયા આવી વાતો ચલાવતી હોય છે તેમ જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.