

હળવદ પંથકમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્રણ સ્થળેથી કોપર કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાઈ છે હળવદ પોલીસે ત્રણેય ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ ફરિયાદ હળવદના સરા રોડ પર રહેતા દીપકભાઈ અંબારામભાઈ સંઘાણીએ નોંધાવી છે કે નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ફરિયાદીની વાડીએથી બે અલગ અલગ બોરથી સ્ટાટર સુધીના ૬ એમએમ કોપર કેબલ વાયર આશરે ૨૦૦ ફૂટ કીમત રૂ ૧૫ હજાર અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે બીજી ફરિયાદ હળવદ જૂની મામલતદાર કચેરી પાસે રહેતા ગણપતભાઈ દેવજીભાઈ પરમારે નોંધાવી છે કે હલવ ગામની ઠળિયા પાર્ટી નામે ઓળખાતી સીમમાં ફરિયાદીની વાડીએ બોરથી સ્ટાટર સુધીના ૬ એમએમ કોપર કેબલ વાયર આશરે ૧૨૦ ફૂટ કીમત રૂ ૧૨,૦૦૦ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે
ત્રીજી ફરિયાદ હળવદના કડીયાણા ગામે રહેતા કનુભાઈ વાલાભાઈ ઠુંગાએ નોંધાવી છે કે કડીયાણા ગામની સીમમાંથી અજાણ્યો ઇસમ ફરિયાદીની વાડીએ બોરથી સ્ટાટર સુધી ૬ એમએમ કોપર કેબલ વાયર આશરે ૨૦૦ ફોત કીમત રૂ ૧૫,૦૦૦ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ત્રણેય ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે