

મોરબીની રહેવાસી વધુ એક સગીરા સોશ્યલ મીડિયા મારફત મિત્રતા કેળવી દુષ્કર્મનો ભોગ બની હતી સાડા સત્તર વર્ષની સગીરા ઇન્સ્તાગ્રામ મારફત ભાવનગરના યુવક સાથે સંપર્કમાં આવ્યા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અલગ અલગ સ્થળોએ લઇ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચરી ૧૭.૫૦ લાખની રકમ બ્લેકમેલ કરી પડાવવામાં આવી હતી તેમજ યુવકના ભાઈ અને પિતાએ ધમકીઓ આપી મદદગારી કરી હતી પોલીસે ત્રણ પિતા-પુત્રો વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીમાં રહેતા સાડા સતર વર્ષની સગીરા વર્ષ ૨૦૧૮ માં ઇન્સ્તાગ્રામ મારફત ભાવનગર રહેતા વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયાના સંપર્કમાં આવી હતી અને મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો આરોપી વિશ્વરાજસિંહ સગીરાને મોરબી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહીત અલગ અલગ સ્થળોએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું તેમજ યુવતી પાસેથી કટકે કટકે રૂપિયા ૧૭.૫૦ લાખની રકમ પડાવી લીધી હતી
આરોપી વિશ્વરાજના પિતા ગણપતસિંહ અને ભાઈ જયદીપસિંહે ભોગ બનનારને મારી નાખવાની ધમકી આપી ત્રાસ ગુજાર્યો હતો જેથી ભોગ બનનાર યુવતીએ આરોપી યુવક અને તેના પિતા તેમજ ભાઈ સહીત ત્રણ વ્યક્તિ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે