હળવદમાં ભવ્ય નારી સંમેલન યોજાયું : મહિલા સશક્તિકરણ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે બહેનોને અપાયું માર્ગદર્શન

 

હળવદ: તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ હળવદ ઘટક ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ભવ્ય *‘નારી સંમેલન’*નું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓના સર્વાંગી વિકાસ, સશક્તિકરણ તેમજ સરકારની વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

સંમેલન દરમિયાન ઉપસ્થિત મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓ અને સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં પોષણ, આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, કન્યા શિક્ષણ, માતૃત્વ સહાય તથા સ્વરોજગાર સહિતના વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલાઓને પોતાના અધિકારો અંગે જાગૃત બનવા તેમજ સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાથે મહિલાઓના આરોગ્ય, પોષણ અને આર્થિક સ્વાવલંબન અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન રમેશભાઈ દુબરીયા, મહિલા-બાળ અને યુવા સમિતિ મોરબીના ચેરમેન શ્રીમતી રંજનબેન ગૌતમભાઈ, હળવદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ફોરમબેન વિશાલભાઈ રાવલ, હળવદ નગરપાલિકા શાસક પક્ષના નેતા શ્રીમતી ઉર્વશીબેન પંડ્યા, હળવદ શહેર મહામંત્રી ડૉ. અનિલભાઈ, હળવદ શહેર મહામંત્રી અમૃતભાઈ ચૌહાણ, હળવદ શહેર પ્રમુખ યશભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ શ્રીમતી હીનાબેન મહેતા તથા મોરબી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કોમલબેન ઠાકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ ઉપરાંત હળવદ ICDSનો તમામ સ્ટાફ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, લાભાર્થી બહેનો તેમજ સ્થાનિક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે હળવદ ICDS સ્ટાફ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.