

મોરબીના જુના સાદુલકા નજીક આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું પાણી ભરાઈ ગયું છે ડેમ ભરાઈ ગયો છે અને પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીના છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી ડેમનો ૧ દરવાજો ૪ ઇંચ ખોલવામાં આવ્યો છે ૩૧૧ કયુસેક પાણીની આવક સામે ૩૧૧ કયુસેક જાવક ચાલુ રાખવામાં આવી છે
ડેમનો દરવાજો ખોલવામાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા એમ ૧૩ ગામો તેમજ માળિયા (મી.) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર એમ ૮ મળીને કુલ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેતી રાખવા સુચના આપવામાં આવી છે