

મોરબીના વાવડી રોડ પર આવેલ ડેરી અને બેકરીની દુકાનમાં એક ઇસમેં ઉધાર વસ્તુની માંગણી કરતા દુકાનદારે ના પાડી હતી જેથી દુકાનદાર વૃદ્ધને ગાળો આપી વેપારીની પત્ની સાથે ઝપાઝપી કરી દુકાનના ફ્રીઝમાં પથ્થર મારી નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના વાવડી રોડ મીરાં પાર્ક ૦૧ માં રહેતા જયેન્દ્રગીરી પોપટગીરી ગોસ્વામી (ઉ.વ.૬૪) વાળાએ આરોપી અશોક રાયધનભાઈ છુછીયા રહે મીરાપાર્ક શેરી નં ૩ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ એક વાગ્યાના અરસામાં ફરિયાદી જયેન્દ્રગીરી અને પત્ની જાગૃતિબેન બંને મીરાં પાર્કમાં આવેલ મોમાઈ ડેરી એન્ડ બેકરી નામની દુકાને હાજર હતા ત્યારે સોસાયટીના અશોકભાઈ નામની વ્યક્તિ દુકાને આવી સોશ્યો ઠંડુ પીણું અને અન્ય વસ્તુ ઉધારમાં માંગી હતી જેથી દુકાનદારે ના પાડી હતી અમે કોઈ વસ્તુ ઉધાર અપાતા નથી જેથી અશોકભાઈએ બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ગાળો આપવા લાગ્યો હતો
બાકીમાં આપવાની કેમ નાં પાડો છો કહીને દુકાનમાં અંદર આવવા જતા પત્ની સાથે ઝપાઝપી કરી હતી અને બાજુમાં પડેલ પથ્થર લઈને દુકાનમાં રહેલ ફ્રીઝમાં મારી નુકશાન કર્યું હતું તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તને હું જોઈ લઈશ કહીને ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે