મોરબી સહીત છ જીલ્લામાંથી હદપાર ઇસમેં હદપારી ભંગ કરતા ધરપકડ


મોરબી સહીત છ જીલ્લામાંથી હદપાર કરાયેલ ઇસમ મોરબીમાંથી મળી આવતા હદપારી ભંગ ગુના સબબ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપી ઝડપી લેવા તેમજ હદપારી ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે આરોપી દિનેશ બાબુભાઈ ચૌહાણ નામના ઈસમને સબ ડીવી મેજી. મોરબી દ્વારા મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર અને કચ્છ-ભુજ એમ છ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરેલ હોય જે ઇસમ દિનેશ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯) રહે મોરબી ૨ નજરબાગ રેલ્વે સ્ટેશન વાળો બૌદ્ધનગર મફતિયાપરા પાસેથી મળી આવતા હદપારી હુકમનો ભંગ કરતા જી પી એક્ટ કલમ ૧૪૨ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે