



સરાયા ગામમાં રહેતા પટેલ યુવાનના ઘરમાં અજાણ્યા ચોર ઇસમએ પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ સોનાની બે તોલાની માળા અને રોકડ રકમ સહીત કુલ રૂ ૧.૭૨ લાખની મત્તા ચોરી કરી ગયા હતા ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
ટંકારા તાલુકાના સરાયા જુના ગામમાં મહાદેવ મંદિર બાજુમાં રહેતા લલીતભાઈ મોતીભાઈ ઢેઢી (ઉ.વ.૪૦) વાળાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રાત્રીના સાડા દશેક વાગ્યાથી તા. ૦૨ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં ફરિયાદીના ઘરમાં રાત્રીના અપપ્રવેશ કરી રૂમમાં લોખંડ કાબતની તિજોરીમાં રાખેલ સોનાની આશરે બે તોલાની માળા કીમત રૂ ૧,૫૭,૦૦૦ અને રૂ ૧૫,૦૦૦ રોકડા સહીત કુલ રૂ ૧,૭૨,૦૦૦ ની ચોરી કરી ગયો હતો ટંકારા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે