ખાનપર ગામે એમ્બ્યુલન્સ સેવા દ્વારા સફળ ઇમરજન્સી ટ્વિન્સ ડિલિવરી કરાવાઈ

મોરબી જિલ્લાના ખાનપર ગામ ખાતે સમયસર પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની ઉત્કૃષ્ટ કામગીરી અને તબીબી સૂઝબૂઝના કારણે ઇમરજન્સીમાં જોડિયા બાળકોની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી પ્રાથમિક સારવાર આપી માતા અને બંને નવજાત શિશુઓનો જીવ બચાવીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.

​વિગતો અનુસાર, સવારે ખાનપર ગામથી ઇમરજન્સી કૉલ મળતા જ એમ્બ્યુલન્સ GJ18GC0112 તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી. એમ્બ્યુલન્સમાં ફરજ પરના ઈએમટી (EMT) દિલીપ સોલંકી અને પાયલોટ જયદેવસિંહ જાડેજા દ્વારા ઈઆરસીપી (ERCP) ડૉ. રામાણી સરના ઓન-કોલ માર્ગદર્શન હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં સવારે ૮:૧૬ વાગ્યે પ્રથમ બાળકનો અને સવારે ૮:૨૬ વાગ્યે બીજા બાળકનો સફળતાપૂર્વક જન્મ થયો હતો. ડિલિવરી બાદ તબીબી સલાહ મુજબ માતાને સમયસર સારવાર આપવામાં આવી હતી. હાલ માતા અને બંને બાળકો મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

Leave A Reply

Your email address will not be published.