



સરા રોડ પર આવેલ દુકાનમાંથી અજાણ્યા ચોર ઇસમ ૨૩૦ કિલો સોપારી અને તમાકુના ૫૦ ડબ્બા સહીત કુલ રૂ ૧.૩૦ લાખની મત્તા ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદના ધ્રાંગધ્રા દરવાજા અંદર રહેતા રામસંગ બહાદુરસંગ ઠાકુર (ઉ.વ.૩૮) નામના વેપારીએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૧ જુલાઈના રાત્રીના સાડા આઠથી તા. ૦૧ ઓગસ્ટના સાંજના ૬ દરમિયાન હળવદના સરા રોડ પર સાધના કોમ્પ્લેક્ષમાં આવેલ ફરિયાદીની મયુર એસ માણેક નામની દુકાનનું શટરનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો દુકાનમાં રાખેલ ચીજવસ્તુઓ ૨૩૦ કિલો સોપારી અને બાગબાન તમાકુના ૫૦ ગ્રામના પતરાના ડબ્બા નંગ ૫૦ મળીને કુલ રૂ ૧,૩૦,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે