ભાજપ નેતાની પ્રવેશબંધી, મોરબી અને માળિયાના વધુ પાંચ ગામોમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા




ખેડૂતો વીજ લાઈન વળતર મુદે લડી લેવાના મૂડમાં લડત ચલાવી રહ્યા છે સરકાર મચક આપતી નથી તો ખેડૂતો પણ ઝૂકવા માટે તૈયાર નથી આંદોલનને વધુ આક્રમક બનાવવા હવે ગામોગામ ભાજપ નેતાઓને આગામી વિધાનસભા ચુંટણીમાં મત માંગવા આવવું નહિ તેવા બેનરો લગાવવામાં આવી રહ્યા છે મોરબી અને માળિયા તાલુકાના વધુ પાંચ ગામોમાં બેનરો લગાવી દેવામાં આવ્યા છે
માળિયાના વિશાલનગર ગામ, ખીરઈ ગામ અને રોહીશાળા ગામોમાં રવિવારે અને સોમવારે બેનરો લગાવવામાં આવ્યા છે તે ઉપરાંત આજે મોરબી તાલુકાના શાપર અને જસમતગઢ ગામમાં પણ બેનરો લગાવવામાં આવ્યા છે જેમાં જણાવ્યું છે કે વીજલાઈનમાં ખેડૂતોની માંગણી મુજબ પરિપત્ર બનાવવામાં નહી આવે તો આગામી વિધાનસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારોએ ગામમાં મત માંગવા આવવું નહિ


