માળિયાના ખાખરેચી નજીક દવાખાને જતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત, એકને ઈજા

 

હળવદ માળિયા હાઈવે પર શ્રમિક મિત્ર બીમાર હોવાથી બાઈકમાં તેનો મિત્ર દવાખાને લઇ જતો હતો ત્યારે ગાય આડી આવતા ફૂલ બ્રેક મારી હતી અને બાઈક સ્લીપ થતા બાઈક ચાલકનું મોત થયું હતું અને એક યુવાનને ઈજા પહોંચી હતી

 

મૂળ મધ્યપ્રદેશ હાલ હળવદમાં આવેલ વેલ્વીન લેમિનેટ કારખાનામાં રહીને કામ કરતા ધનસિંગ વ્રજલાલ આહીરવાર (ઉ.વ.૨૨) નામના યુવાને બાઈક જીજે ૩૬ એએચ ૩૧૫૮ ના ચાલક જગત પ્રસાદસિંગ રમમનીસિંગ ગોંડ રહે હાલ વેલ્વીન લેમિનેટ તા. હળવદ મૂળ એમપી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ જુલાઈના રોજ બપોરે ફરિયાદી ધનસિંગને તાવ આવતો હતો જેથી જગત પ્રસાદસિંગ ગોંડ બાઈક જીજે ૩૬ એએચ ૩૧૫૮ ચલાવતો હતો અને માળિયા દવાખાને જતા હતા

 

ત્યારે હળવદ માળિયા હાઈવે પર ખાખરેચી ગામ નજીક ગાય આડી આવતા બાઈકને બ્રેક મારતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં ફરિયાદી ધનસિંગને માથામાં ઈજા અને હાથે પગે ઈજા પહોંચી હતી તો બાઈક ચાલક જગત ગોંડને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.