



હળવદ તાલુકાના દેવળિયા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના સાયફનમાં બાકોરૂ પાડી સરકારની જાહેર મિલક્તને આશરે રૂ ૨૦ હજારનું નુકશાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા દિલીપકુમાર કરમશીભાઈ ચાવડાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૪ (૩), ૩૨૪ (૪) અને પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ ૧૯૮૪ મો કલમ ૩,૨ મુજબ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે અજાણ્યા ઇસમેં કોઈપણ રીતના નર્મદા નિગમની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ જે સાંકળ ૮૯૦૩૦ મીટરથી ૧૧૫૧૧૬ મીટર સુધીની લંબાઈની કેનાલ જે જુના દેવળિયા ગામની સીમમાંથી પસાર થાય છે જેમાં તા. ૧૮ જુનના રોજ રાત્રીના કોઈ પણ સમયે નર્મદા કેનાલના સાયફનમાં બાકોરૂ પાડી સરકારની જાહેર મિલકતમાં આશરે રૂ ૨૦,૦૦૦ નું નુકશાન કર્યું છે હળવદ પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે