માળિયા નેશનલ હાઈવે પર ટ્રકની ઠોકરે ૨૫ ઘેટા બકરાના મોત, ૩૦ ને નાની-મોટી ઈજા
માલધારીએ રૂ ૬૦ થી ૬૫ હજારના આર્થિક નુકસાનની ફરિયાદ નોંધાવી


માળિયા કંડલા નેશનલ હાઈવે પર ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી રોડ પર ૨૩ ઘેટા અને ૨ બકરાના મોત નીપજાવી તેમજ ૩૦ ઘેટાને નાની મોટી ઈજા કરી ૬૦ થી ૬૫ હજારનું આર્થિક નુકશાન કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
કચ્છ ભચાઉ તાલુકાના જંગી ગામના રહેવાસી વિભાભાઇ મંગાભાઈ રબારી (ઉ.વ.૩૮) વાળાએ ટ્રક આરજે ૦૭ જીએફ ૮૧૭૧ ના ચાલક ઉસ્માન મોહમદરમજાન નાયચ રહે રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી માળિયા કંડલા નેશનલ હાઈવે પર જીઓના પેટ્રોલ પંપ સામે રોડ પર ફરિયાદીના ઘેટા બકરાને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ૨૩ ઘેટા અને ૨ બકરાના મોત થયા હતા તેમજ ૩૦ ઘેટાને નાની મોટી ઈજા કરી ઘાયલ કરી અપંગ કર્યા હતા અને ફરિયાદીને આશરે ૬૦ થી ૬૫ હજારનું આર્થિક નુકશાન કર્યું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે