Billboard ad 1150*250

હળવદમાં આયોજિત ભાગવત સપ્તાહમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતિ

એક જ દિવસમાં ૩૫ લાખનો ફાળો એકત્ર

0 673
Post ad 1

હળવદ ખાતે કન્યા છાત્રાલયના લાભાર્થે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સતવારા સમાજ આયોજિત આ ભાગવત સપ્તાહમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત રાજ્ય સરકારના મંત્રી જયંતીભાઈ કવાડિયા, સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, ભાજપ અગ્રણી આઈ.કે. જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા,  પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ તેમજ સતવારા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહમાં પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના અગ્રણીઓ તેમજ દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. આજે ભાગવત સપ્તાહમાં એક જ દિવસમાં ૩૫ લાખનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો તો આ તકે યાર્ડ દ્વારા એક લાખ ચોપડા છપાવીને વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. હળવદમાં આયોજિત ભાગવત સપ્તાહમાં પધારેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈએ રાજ્ય સરકારની સિધ્ધિઓ વર્ણવી હતી તેમજ સરકારના જુદા જુદા કાયદા અને યોજનાઓથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

 

Post ad 2

 

 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat