“પાસ” ની ટીમે કર્યું ફ્રુટ વિતરણ, જાણો શા માટે ?

મોરબી અને ટંકારા પાસની ટીમ દ્વારા કરાયું ફ્રુટ વિતરણ

હળવદ પાસના અગ્રણી પંકજભાઈ પટેલનું ગત માસે અકસ્માતમાં મોત થયું હતું જેની આજે પ્રથમ માસિક પુણ્યતિથી નિમિતે આજે મોરબી જીલ્લા પાસ ટીમ તેમજ ટંકારા પાસની ટીમ દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા પાસના આગેવાન મનોજભાઈ પનારા, દિનેશ બાંભણીયા, નયન પટેલ, મહેશ રાજકોટિયા, સંજય અલગારી અને ટીનાભાઈ સહીતના કાર્યકરો સિવિલ હોસ્પિટલમાં જઈને બિસ્કીટ તેમજ ફ્રુટ વિતરણ કર્યું હતું જયારે ટંકારા પાસ ટીમે અનાથ આશ્રમ તેમજ વૃદ્ધાશ્રમમાં જઈને બિસ્કીટ તેમજ ફ્રુટ વિતરણ કરીને સ્વ. પંકજ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

 

 

Comments
Loading...
WhatsApp chat