



મૂળ રાજકોટની જૂની કલેકટર કચેરી નજીકનો રહેવાસી અને નેટીલેક કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો યુવાન રવિરાજસિંહ અનિરુધ્ધસિંહ વાઢેર (ઉ.વ.૩૦) આજે બપોરે મોરબી નજીક હાઈવે પર આવેલા લખધીરપુર રોડ પરથી જતો હોય ત્યારે પાછળથી આવતી ક્રેઇન નં જીજે ૧૨ કે ૭૫૮૦ ના ચાલકે યુવાનને ઠોકર મારતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને યુવાનને તાકીદે મોરબીની સરકારી હોસ્પીટલે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી જોકે સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ હોસ્પીટલે દોડી ગઈ હતી. અને તપાસ ચલાવી છે.

