મોરબી ટાઈલ્સ ટ્રેડર્સ એસોસીએશન નવો પ્રયાસ ચીટર વેપારીઓને ઓળખવા થશે સહેલા જાણો કેવી રીતે ?

યુનિક કોડ સાથેની વેબસાઈટ બનાવાશે

મોરબીના ટાઈલ્સ ટ્રેડર્સ સાથે બહારના રાજ્યોના વેપારીઓ તથા ગ્રાહકો દ્વારા થઈ રહેલી છેતરપીંડી અટકાવવા માટે વેબસાઈટ બનાવવામાં આવશે. જેમાં દરેક વેપારીનો યુનિક કોડ સાથેની ડીટેઇલ હોવાથી આવા લેભાગુ વેપારીઓને ઓળખવા સહેલા થઈ જશે.
મોરબી સિરામિક ઉદ્યોગ વિકસતો જાય છે તેમ તેમ ઉદ્યોગ સાથે છેતરપીંડી પણ વધતી જાય છે. મોરબી સિરામિક એસોસીએશન દ્વારા આ માટે FAF (ફાઈટ અગેઇન ફ્રોડ) ની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે હવે મોરબી ટાઈલ્સ ટ્રેડર્સ એસોસીએશન હોલ ખાતે મળેલી મીટીંગમાં પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, વી ટ્રીફાઈડ એશો. પ્રમુખ કે.જી.કુંડારિયા, ટાઈલ્સ ટ્રેડર્સ એશો.ના પ્રમુખ કે.કે.પટેલ, ઉપપ્રમુખ હાર્દિક ભાલોડીયા તથા FAF ના વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ટાઈલ્સ ટ્રેડર્સ તથા કારખાનેદારો સાથે થઈ રહેલી છેતરપીંડી અટકાવવા વેબસાઈટ બનાવવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો. આ વેબસાઈટમાં મોરબીના ૧૦૦૦ થી વધુ ટાઈલ્સ ટ્રેડર્સના બાયોડેટા મુકવામાં આવશે અને દરેક ટ્રેડર્સને એક યુનિક કોડ આપવામાં આવશે. હાલમાં પંજાબ તથા કેરલના પણ ટાઈલ્સ ટ્રેડર્સ એસોસીએશન સાથે એમઓયુ કરવામાં આવ્યા છે જેથી ત્યાના પણ તમામ ટ્રેડર્સ આ વેબસાઈટમાં જોડાશે. આ પ્રકારની પહેલથી હવે છેતરપીંડીનું પ્રમાણ ઘટે તેવા સંકેતો મળી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat