


આમ તો જન્મદિવસ હોય કે કોય સુખદ પ્રસગ હોય ત્યારે લોકો પોતના પરિવાર સાથે ઉજ્વાનું પસદ કરતા હોય છે તેમાં પણ નાના બાળકો હોય તો મોજ મસ્તી કરી અને સારું જમી અને કોઈ સારી રમવાની વસ્તુ લઇ ને જન્મદિવસ ઉજવતા હોય છે પણ મોરબી ૨ માં રેહતા જયદીપ હુંબલ નો પુત્ર નંદ ને આવી મોજ શોખ કરતા વૃદ્ધાશ્રમ ના વડીલો સાથે જન્મદિવસ ઉજવણી કરવી ગમે છે મોરબી ન્યુઝ સાથે ની વાતચીતમાં તેમણે જણવ્યું હતું કે મને પણ બીજા બાળકો ની જેમ હરવા ફરવા માં મજા આવે પણ મારા જન્મદિવસ પર વૃદ્ધઓ ને સ્વાદિષ્ટ ભોજન મારા હાથ જમાડવા જે આનદ મળે છે તે બીજી કોઈ મોજ મસ્તીમાં મળતો નથી તો ૧૧ વર્ષ નો આ બાળક છેલા ૫ વર્ષથી જન્મદિવસની ઉજવણી વૃધો સાથે કરી ને સમાજને અલગ રાહ ચીધે છે