

મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આગામી તારીખ 15/05/2026 ના રોજ યોજાનારી બેઠક હવે અનિવાર્ય કારણોસર તારીખ 16/05/2026 ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા કક્ષાના તમામ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નિર્ધારિત એજન્ડા તેમજ રજૂ થયેલા ફરિયાદના પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે તેમજ આ પ્રશ્નોની સુનાવણી અને સંકલન સમિતિના પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.




