શ્રી વિજેતાજી મહાસતીજી ની તપશ્ચર્યા નિમિત્તે શુક્રવારે મોરબી સમસ્ત જૈન મહિલા મંડળો નો પ્રશ્નમંચ યોજાશે

                પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરૂદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં એમ. પી. જૈન પૌષધ શાળા આયોજિત ઋષભ પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવેલ છે.

                શ્રી આરાધનાજી મહાસતીજી ના સુશિષ્યા વિજેતાકુમારી મહાસતીજી છેલ્લા ૧૫મહિના થી સળંગ અઠમ તપનો કઠીન વર્ષીતપ કરી રહ્યા છે તેની અનુમોદના રૂપે સમસ્ત મોરબી ના સંઘો ના જૈન મહિલા મંડળો વચ્ચે તા. ૧૫-૫, શુક્રવારે સવારે ૯ થી ૧૨ કલાકે શ્રી દશા શ્રીમાળી વાડી માં ઋષભ શાનદાર, જાનદાર પ્રશ્નમંચ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કુલ ૧૦ ટીમો ભાગ લઇ રહી છે. વિજેતા ટીમ ને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર તેમજ દરેક ટીમ ને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. તેમ સંસ્થા ના કાર્ય કરતા – ટ્રસ્ટી દેવાંગભાઈ દોશીની એક યાદી માં જણાવેલ છે

Leave A Reply

Your email address will not be published.