


ગુજરાત અને રાજસ્થાન રાજ્ય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટીફીકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ દ્વારા કરવામાં આવી હતી

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટ એટલે કોઈપણ ડોક્યુમેન્ટ્રી, વેબ સીરીઝ, ફિલ્મ ઓટીતી પ્લેટફોર્મ કે થીયેટરમાં રજુ કરવા માટે માંગવામાં આવતું સર્ટીફીકેટ. જેની શાખા મુંબઈમાં છે જેના નીચે ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે જેથી તેના પર ઘણું ભારણ રહે છે ઘણા સમયથી ગુજરાત અને રાજસ્થાનના ફિલ્મ જગતના પ્રતિનિધિઓ દ્વારા સાંસદ કેસરીદેવસિંહને ગુજરાતમાં સેન્ત્રોલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટની શાખા ખોલવા માટે રજૂઆત કરવામાં આવી હતી
જેને ધ્યાનમાં રાખીને સાંસદ દ્વારા રાજ્યસભામ ગુજરાત રાજ્યમાં નવી શાખા ખુલે અને પ્રાદેશિક ફિલ્મ જગતને પ્રોત્સાહન મળે તેવા હેતુથી રાજ્યસભાના માધ્યમથી સરકાર પાસે માંગ મુકવામાં આવી હતી સીબીએફસીની નવી બ્રાંચ ગુજરાતમાં આવવાથી ફિલ્મ જગત માટે સરળ પ્રક્રિયા અને ઝડપથી ફિલ્મો સર્ટીફાઈડ થઇ રીલીઝ કરી શકાશે