



સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી. યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબી ખાતે તા. ૧૭/૦૭/૨૦૨૬ના રોજ એન.એસ.એસ યુનિટ અંતર્ગત સ્વયં સેવકોનો અભિવાદન અને યુવા આપદા મિત્ર પ્રશિક્ષણ શિબિર તા. ૦૨/ ૦૧/ ૨૦ ૨૬થી ૦૮/૦૧/૨૦૨૬ દરમિયાન સ્વયંસેવિકા બહેનોને પ્રમાણપત્રના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રા. કે. આર. દંગી સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ડૉ. રેખાબેન કચોરિયાએ સર્વનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ ડૉ. રામભાઈ વારોતરિયાએ એન.એસ.એસની સંપૂર્ણ વિગતે માહિતી પૂરી પાડી હતી.
એન.એસ.એસમાં બે વર્ષ દરમિયાન ઉત્સાહભેર કાર્ય કરનાર સર્વે સ્વયંસેવકોને સુંદર કામગીરી કરેલ તે બદલ પ્રા. કે. આર. દંગી સાહેબે અભિનંદન આપેલ હતા. તેમજ સ્વયંસેવિકાઓ આરતી, અંજલી અને પ્રગતિએ પોતાના અનુભવો જણાવ્યા હતા. ત્યારબાદ આગલા વર્ષોમાં એન.એસ.એસ દ્વારા થયેલ કામગીરીના વિડિયો અને ફોટાઓ પણ બતાવવામાં આવેલ. કાર્યક્રમને અંતે એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ. અતુલભાઈ ધ્રુવે આ વર્ષે કેવાં કેવાં કાર્યક્રમો કરવાના છે તેની માહિતી આપી અને આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.



