



શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘના ના આંગણે તા. ૧૯ ને રવિવારે ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાય ના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ. પૂ. ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ. ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ. શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજી નું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું છે. પૂ. ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી છે.
પૂ. ગુરુદેવનો પ્રવેશ સંઘના ઉપપ્રમુખ ઉર્મિલાબેન ના નિવાસ સ્થાને થી (મહેન્દ્ર ડ્રાઈવ રોડ) સવારે ૮.૦૦ કલાકે પ્રસ્થાન કરી ૮.૩૦ કલાકે શ્રી સ્થા. જૈન સંઘ સોની બઝાર ઉપાશ્રય માં પધારશે. ત્યારબાદ વિશાશ્રી માળી વણિક વાડી માં ધાર્મિક કાર્યક્રમો બાદ વ્યાખ્યાન માંગલિક ફરમાવશે. પૂ. મહાસતીજી ઑનો મંગલ પ્રવેશ કાર્યક્ર્મ તા. ૨૦ ને સોમવારે સવારે ૭.૩૦ કલાકે સોની બઝાર ઉપાશ્રય થી પ્રસ્થાન કરી શ્રી મણીબેન પ્રભાશંકર શેઠ પ્લોટ પૌષધ શાળામાં જય નાદ સાથે ૮.૧૫ કલાકે પધારશે. ઉપરોકત કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ ને પધારવા બંને સંઘની એક યાદીમાં જણાવેલ છે.