કચ્છથી રાજકોટ કતલખાને ધકેલાતા ૨૩ ઘેટાને ગૌરક્ષકોની ટીમે બચાવી એક ઈસમને ઝડપી લીધો

 

કચ્છથી માળિયા થઈને રાજકોટ ઇકો ગાડીમાં ખીચોખીચ ભરી ૨૩ ઘેટાને કતલખાને ધકેલાતા હોવાની માહિતી મળતા ગૌ રક્ષકોની ટીમે માળિયા હાઈવે પર વોચ ગોઠવી લઈને અબોલ જીવોને બચાવી લઈને એક ઈસમને ઝડપી લીધો છે

 

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની  ગૌરક્ષાને માહિતી મળી હતી કે, કચ્છથી માળિયા-મોરબી થઈને રાજકોટ બાજુ કતલ કરવાના ઇરાદે ૨૩ જીવને ઇકો નંબર GJ. 03 LR 5449 ગાડીમાં ભરીને લઇ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને ગાડી માળીયાથી પસાર થતા તેનો પીછો કરીને લક્ષ્મીનગર નજીક રોકાવી હતી

 

પોલીસના સહયોગથી ગાડી રોકાવીને તપાસ કરતા જીવ નાના મોટા ઘેટા ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોય, વાહન ચાલકની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અડધા મોરબી શક્તિ ચોકમાં ઉતારવાના હતા અને બાકીના રાજકોટ લઇ જવાના હતા જેથી ગૌરક્ષકોની ટીમે આરોપી અને મુદામાલ પોલીસને સોપ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.