લખધીરપુર રોડ પર કન્ટેનર અને બાઈક અથડાતા ત્રણને ઈજા પહોંચી

 

લખધીરપુર રોડ પર આજે બપોરે અકસ્માત સર્જાયો હતો જેમાં કન્ટેનર ચાલકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ વ્યક્તિના ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે

 

મોરબીના લખધીરપુર રોડ પર પુરપાટ જતા કન્ટેનર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું સ્થાનિકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બાઈકમાં ત્રણ વ્યક્તિ સવાર હતા અને અકસ્માતમાં ત્રણેય વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે એક યુવાનનો પગ કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે અકસ્માત બાદ રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જેથી પોલીસ ટીમ પણ દોડી ગઈ હતી તો સ્થાનિકોના ટોળા પણ સ્થળ પર ઉમટી પડ્યા હતા હાલ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે અકસ્માતના બનાવ અંગે તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.