જેતપર ગામે ઉપવાસી છાવણીમાં ૧૫ બહેનો અને ૧૧ ભાઈઓ પ્રતિક ઉપવાસમાં જોડાયા

 

જેતપર ગામે ઉપવાસી છાવણીમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહયા છે આંદોલન પાર્ટ ૩ શરુ કર્યા બાદ આવેદન અને રાસ ગરબા કાર્યક્રમ યોજાયો હતો અને આજે ઉપવાસી છાવણીમાં ૧૫ બહેનો સહીત ૨૬ લોકો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા

 

મોરબીના જેતપર ગામે ચાલી રહેલા વીજ પોલ વળતર સત્યાગ્રહને વેગવંતો બનાવવા વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે જેમાં આજે પ્રતિક ઉપવાસમાં ૧૫ બહેનો અને ૧૧ ભાઈઓ જોડાયા હતા નાના દેવળિયા, મોટા દેવળિયા, ગોકુળિયા ગામ સહિતના આસપાસના વિસ્તારોમાંથી ૪૦૦ થી વધુ લોકો સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા આંદોલન સ્થળે ધૂનનો કાર્યક્રમ પણ યથાવત રાખવામાં આવ્યો છે બહારગામથી આવતા લોકોની સંખ્યાને ધ્યાને લઈને આજથી છાવણીમાં રસોડું શરુ કરવામાં આવ્યું છે સવારે ૯ થી સાંજે ૬ સુધી પ્રતિક ઉપવાસમાં ૨૬ લોકો બેઠા હતા

 

Leave A Reply

Your email address will not be published.