મોરબીના વોર્ડ નં ૧૦ માં મેઈન રોડ પર ગેરકાયદેસર બાંધકામ દુર કરવા કોર્પોરેટરોની માંગ

વોર્ડ ૧૦ ના ચારેય કોર્પોરેટરો દ્વારા મેયર અને કમિશ્નરને રજૂઆત કરવામાં આવી

 

મોરબીના વોર્ડ નં ૧૦ માં આવેલ વર્ષો જુના મેઈન રોડ પર ગેરકાયદે બાંધકામ દુર કરવાની માંગ સાથે વોર્ડના ચારેય કોર્પોરેટરો દ્વારા મેયર અને કમિશ્નરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

 

વોર્ડ ૧૦ ના ચારેય કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરી જણાવ્યું છે કે વોર્ડમાં આવેલ ગોકુલનગર લાઈન્સનગર મેઈન રોડ પર, પાવર હાઉસ ગેટ પાસે વર્ષો જુના રસ્તા પર ગેરકાયદે બાંધકામ ચાલુ છે તે બાબતે સ્થાનિકો દ્વારા તેમજ પાવર હાઉસ અધિકારીઓ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરતા કાર્યવાહી હાથ ધરી હતી અને બાંધકામ સ્ટે આપ્યો હતો અને શીલ કર્યું હતું બાદમાં ડીમોલીશન પણ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ અરજદાર પાસે માધાપર સર્વે ૯૧૦ બિનખેતી મનુ પાર્ક આખાયની માપણી કરાવેલ જેમાં લે આઉટ પ્લાન ટિપ્પણ કરતા મોટો બતાવેલ છે અને ટિપ્પણ સાથે સુસંગત નથી

 

આમ છતાં હાલ કોઈપણ વિભાગની મંજુરી લીધા વગર જાણી જોઇને બાંધકામ દાદાગીરીથી કરે છે મહાપાલિકાના અધિકારી દ્વારા તા. ૦૪ જુલાઈના રોજ સ્થળ પર વિઝીટ કરવામાં આવી છે છતાં આજની તારીખે ગેરકાયદે બાંધકામ ચાલુ છે રસ્ત પર કરેલ ગેરકાયદે બાંધકામ દુર કરવા માંગ કરી છે વર્ષો જુનો રસ્તો ચાલુ કરવો તેમજ પીવાના પાણીની લાઈન, સ્ટ્રોમ વોટર, ભૂગર્ભ ગટર અને સીસી રોડ પણ કરેલ અને ઉપરવાસનું વરસાદી પાણીનો નિકાલ આ ગેરકાયદે બાંધકામ થવાથી સોસાયટીમાં પાણી ભરાય છે પ્રશ્નની ગંભીરતા લઇ વિસ્તારના રહીશોની રજૂઆત મળતા ચારેય કોર્પોરેટરોની સંયુક્ત રજૂઆત અન્વયે તત્કાલ રસ્તા પર કરેલ ગેરકાયદે બાંધકામ દુર કરવા અત્યાર સુધી ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરેલ કાર્યવાહીની માહિતી આપવી અને હવે આગળ શું કાર્યવાહી કરવાના છો તે જણાવવા અને તત્કાલ નિયમાનુસાર પ્રોસેસ કરી કડક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.