પાટણ જીલ્લામાં દારૂના ગુનામાં ફરાર આરોપીને મોરબી પોલીસે ૧.૨૮ લાખના દારૂ સાથે ઝડપ્યો
ઇકો કારમાં દારૂની હેરાફેરી કરનારને ઝડપી લઈને રૂ ૫.૨૮ લાખનો મુદામાલ કબજે




પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી ટીમે મચ્છુ ૨ ડેમ પાસેથી ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા ઝડપી લઈને ૪૯૩ બોટલ દારૂનો જથ્થો અને ઇકો કાર મળીને કુલ રૂ ૫,૨૮,૫૧૩ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ઇકો કાર જીજે ૦૯ બીજે ૪૪૩૭ વાળીમાં દારૂનો જથ્થો ભરીને મોરબીના બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા રફાળેશ્વર તરફથી નીકળી જોધપર નદી તરફ આવે છે જે બાતમીને પગલે ટીમે મચ્છુ ૨ ડેમ નર્મદા કેનાલ રોડ પર વોચ ગોઠવી હતી અને ઇકો કાર રોકી ચેક કરતા ચોરખાના બનાવેલ જેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૯૩ બોટલ કીમત રૂ ૧,૨૮,૫૧૩ નો જથ્થો મળી આવતા દારૂ અને ઇકો કાર કીમત રૂ ૪ લાખ સહીત કુલ રૂ ૫,૨૮,૫૧૩ નો મુદામાલ કબજે લીધો છે
એલસીબી ટીમે ઇકો કાર ચાલક આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા (ઉ.વ.૩૩) રહે હાલ સુવાડા ગામ કટોસણ રોડ તા. દેત્રોજ મહેસાણા મૂળ રહે મોરબી વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાટણ જીલ્લાના સાંતલપુર પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસ્તો ફરતો હતો જેથી સાંતલપુર પોલીસ મથકને જાણ કરવા તજવીજ હાથ ધરી છે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે