હળવદનાં કડીયાણા ગામે ખેતરમાં પાણી પાવા બાબતે ભાઈએ ભાઈને ધોકાથી માર્યો

હળવદના કડીયાણા ગામે ખેતરમાં પાણી પાવાનાં વારા બાબતે કાકા- બાપાનાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈને ધોકાથી મારી પગમાં મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના કડીયાણા ગામે રહેતા અને ખેતીકામ કરતા મનસુખભાઇ તેજાભાઇ વડદોલીયાએ હળવદ પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈજીના દીકરા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વડદોલીયા અને આરોપીના ભત્રીજા પ્રભાતભાઇ વાલજીભાઇ વડદોલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી અને આરોપી મનસુખભાઇ બંનેને ખેતરમાં પાણી પાવા માટે સહિયારી લાઈન હોય બંને પોતપોતાના વારા મુજબ પાણી પાતા હતા. તાજેતરમાં ફરિયાદીનો વારો હોવાથી ફરિયાદી ખેતરે પાણી પાતા હોય ત્યારે આરોપી મનસુખભાઇએ ત્યાં આવીને બોલાચાલી કરી તેમનો વારો હોવાનું જણાવ્યું હતું અને ધોકાનો એક ફટકો ફરિયાદીના પગમાં મારી ચાલ્યો ગયો હતો. ફરિયાદીએ ઘરે જાન કરતા ફરિયાદીના માતા અને ભાભી અમૃતાબેન બંને વાડીએ આવ્યા ત્યાર બાદ આરોપી તેના ભત્રીજા પ્રભાતભાઇ સાથે ફરીથી ફરિયાદીની વાડીએ આવ્યો અને બંને ફરિયાદીને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. તેમના ભાભી બચાવવા જતા તેમને પણ માથામાં ધોકાનો ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યા હતા બાદમાં બંને આરોપી ભાગી ગયા હતા. ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.