મોરબી જીલ્લા ભાજપે કોંગ્રેસ ગઢમાં ક્યાં ગાબડું પાડ્યું જાણો અહી ?

તાલુકા પંચાયત રાતીદેવડી સીટ પર પેટા ચુંટણીમાં ભાજપનો વિજય

વાંકાનેર તાલુકાની રાતીદેવડી ગામની બેઠક ની પેટા ચુંટણી યોજાય હતી મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાની આ બેઠક પર સુશીલાબેન વોરા પેહલા વિજેતા બન્યા હતા પણ તે આગણવાડી ના વર્કર હોય અને તાલુકા પંચાયત ના સદસ્ય પણ હતા જે બાબતે રજૂઆત આવી હતી અને જેથી સુશીલાબેન પોતેજ રાજીનામું આપી દીધું હતું જેના લીધે ત્યાં પેટા ચૂંટણી આજે યોજાય હતી જેમાં કોંગ્રેસ તરફથી જયશ્રીબેન વોરા અને ભાજપ તરફથી જયાબેન વોરા એ ઉમેદવારી નોધાવી હતી જેમાં આ બેઠક માટે કુલ ૬ બુથો પર મતદાન કરવામાં આવ્યું હતું છેલા ઘણા સમયથી આ બેઠક પર કોંગ્રેસ નો દબદબો રહ્યો છે ત્યારે આ કોંગ્રેસ ના ગઢમાં ગાબડું પાડવા માટે મોરબી જિલા ભાજપના પ્રમુખ રઘુભાઈ ગડારાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પ્રમુખ ગોરધનભાઈ સરેવાયા અને તેની ટીમે ત્યાં તનતોડ મેહનત કરી જેમાં તારીખ ૧૧ ના રોજ ૫૭ ટકા જેટલું મતદાન થયું હતું ૩૧૬૮ લોકો વોટ નાખ્યા હતા જેમાં કોંગ્રેસના જયશ્રીબેન વોરના ૧૫૧૪ મત , નોટના ૭૧ મત અને ભાજપના જયાબેન વોરના ને ૧૫૮૩ મત મળતા તે ૬૯ મતે વિજેતા બન્યા હતા જેથી ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો થો તો કોંગ્રેસ પક્ષે હારના કારણો શોધવા મંથન શુર કર્યું છે

Comments
Loading...
WhatsApp chat