SRG પરિક્ષામાં કેરાળા શાળાના શિક્ષક ગુજરાતમાં પ્રથમ નંબરે




આધુનિક યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું મહત્વ શિક્ષણ ક્ષેત્રે પ્રસરતું જાય છે અને સરકાર પણ તે દિશામાં કામ કરી રહી છે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી SRG (સ્ટેટ રિસોર્સ ગ્રુપ)ની પરિક્ષામા ICT (ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી) વિષયમાં કેરાળા શાળાના શિક્ષક અંકિત જોશીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.આ તકે જીલ્લા સંધના સભ્યો,શિક્ષકમિત્રો,પરિવારજનો તથા મિત્રો તેમના પર શુભેચ્છા વર્ષાવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી અંકિત જોશીને હાર્દિક અભિનંદન.

