ભાવપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ પત્તાપ્રેમી ઝડપાયા

માળીયાના ભાવપર ગામે જાહેરમાં તીન-પતિની જુગાર રમતા ૪ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસે ૧૦ હજારથી વધુની મત્તાસાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલીસ વડા કરનરાજ વાધેલા અને નાયબ પોલીસ વડા બન્નો જોશીની સુચના હેઠળ માળિયા પોલીસે ભાવપર ગામે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાવપર ગામના ઝાપા પાસે જાહેરમાં તીન-પત્તીનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે માળિયા પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા મનસુખ કરશનભાઈ, મગન ભાણજીભાઈ, ધર્મેશ દયારામભાઈ, જયસુખ બાલુભાઈને રોકડ રકમ ૧૦૭૪૫ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ સફળ કામગીરી પી.એસ.આઈ. જે.ડી.ઝાલા, ભરતભાઈ ઘેલાભાઈ, દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, મહિપતસિંહ હરિસિંહ, જયદેવસિંહ વનરાજસિંહ, ખાલીદખાન રફીકખાનએ કરેલ છે.

Comments
Loading...
WhatsApp chat